Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?

Continues below advertisement

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા વરસવાની હવામાન વિભાગે કરી આગાહી.. હાલ ઉત્તર પૂર્વ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા અને 4.5 કિલોમીટર સુધી વિસ્તરેલુ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે.. ચોમાસાની ટ્રફ લાઈન પણ સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વડોદરા અને દાહોદમાં પણ વરસાદી ઝાપટુ વરસ્યુ હતુ.. વડોદરાના રાવપુરા, સયાજીગંજ, સમા, નિઝામપુરા,  આજવા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ વરસ્યુ.. તો દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ વરસ્યો.. 1 જૂનથી 22 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.. સામાન્ય કરતા ચાર ટકા ઓછો છે..  કચ્છ-સૌરાષ્ટ્રમાં હજુ પણ 28 ટકા વરસાદની ઘટ છે.. તો ગુજરાત રિજનમાં 13 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola