Gujarat Rain Forecast | દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશ સિસ્મટ, આ ત્રણેય સિસ્ટમ સક્રિય થઇ હોવાથી ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
અમદાવાદમાં વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આણંદ, વડોદરા,ભરૂચ, પંચમહાલ, દાહોદ,છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી,ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની શક્યતાને જોતા પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
હાલ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહયો છે પરંતુ ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ કારોધાકોળ છે. હવામાન વિભાગે 16 જુલાઇ બાદ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે.