Gujarat Rain Update: ગુજરાતમાં 155 તાલુકામાં વરસાદ, અહીં સૌથી વધારે વરસાદ વરસ્યો

 

હાલ ગુજરાત પર વરસાદ લાવતી 4 સિસ્ટમ એક્ટિવ થતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં  મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. આજેજે રાજ્યના 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે.આજે અમદાવાદના દસક્રોઈમાં સૌથી વધુ 9.29 ઈંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. આજે મહેમદાવાદમાં  7.44 ઈંચ વરસાદ વરસ્યો છે.  નડિયાદમાં 2 કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો,  માતરમાં 6.06 ઈંચ વરસાદ વરસ્યો છે. આજે  કઠલાલમાં 4.72 ઈંચ, વસોમાં 4.61 ઈંચ, મહુધામાં 3.94 ઈંચ,ખેડામાં 3.78 ઈંચ, ઉમરેઠમાં 3.74 ઈંચ, ભિલોડામાં 3.39 ઈંચ, પાટણમાં 3.35 ઈંચ,  ધોળકામાં 3.37 ઈંચ, ભાભરમાં 3.23 ઈંચ,  બાવળામાં 3.15 ઈંચ, ગળતેશ્વરમાં 3.03 ઈંચ, 2 કલાકમાં નડિયાદમાં 3.54 ઈંચ વરસાદ વરસ્યો છે.  છેલ્લા 2 કલાકમાં માતરમાં 2.56 ઈંચ વરસાદ વરસ્યો છે.

24 કલાકમાં કેટલા તાલુકામાં કેટલો વરસાદ?

  • વડગામ- 7.52 ઈંચ
  • મોડાસા -6.2 ઈંચ
  • તલોદ-5.5 ઈંચ
  • સિદ્ધપુર-5.2 ઈંચ
  • કપરાડા-5 ઈંચ
  • દહેગામ-4.8 ઈંચ
  • કઠલાલ -4.2 ઈંચ
  • મહેસાણા-4 ઈંચ
  • લુણાવાડા-4 ઈંચ
  • ધરમપુર -3.8 ઈંચ
  • પ્રાંતિજ-3.6 ઈંચ
  • કડાણા- 3.6 ઈંચ
  • ધનસુરા -3.6 ઈંચ
  • સતલાસણા-3.5 ઈંચ

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola