Gujarat Rains: રાજ્યમાં સવારે 6 થી 12 વાગ્યા સુધી 75 તાલુકામાં વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?
હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
છેલ્લા 6 કલાકમાં 75 તાલુકામાં નોંધાયો વરસાદ
તાપીના ડોલવણમાં 6 કલાકમાં 6.34 ઈંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 6 કલાકમાં 4.25 ઈંચ વરસાદ
તાપીના વાલોદમાં 3.31 ઈંચ વરસાદ
આણંદના ઉમરેઠમાં 2.76 ઈંચ વરસાદ
નડિયાદ તાલુકામાં 2.56 ઈંચ વરસાદ
વલસાડના ઉમરગામમાં 2.44 ઈંચ વરસાદ
ભાવનગરના મહુવામાં 2.01 ઈંચ વરસાદ
નવસારીના ચીખલીમાં 1.85 ઈંચ વરસાદ
નવસારીના ગણદેવીમાં 1.77 ઈંચ વરસાદ
સુરતના બારડોલીમાં 1.69 ઈંચ વરસાદ
સુરતના માંડવીમાં 1.57 ઈંચ વરસાદ
નવસારીના ખેરગામમાં 1.54 ઈંચ વરસાદ
આગામી 24 કલાકમાં વરસાદની આગાહી
આગામી 24 કલાકમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ,નર્મદા, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, અમદાવાદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આણંદ,ખેડા. આ તમામ વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા છે.