Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Continues below advertisement
અંબાલાલ પટેલે 4 જૂન સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આ અનુમાન છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું. અંબાલાલ પટેલે 4 જૂન સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં બેથી અઢી ઈંચ વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં એક ઈંચથી વધુ વરસાદ વરસવાનું અનુમાન કર્યુ.. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આઠ અને નવ જૂને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સાથે અતિવૃષ્ટી પણ થઈ શકે છે.. તો 19 અને 20 જૂને રાજ્યમાં અણધાર્યો વરસાદ વરસવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે.. જો કે 15 જૂન આસપાસ રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી અને 20 જૂન પછી ખેતીલાયક વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement