Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી

Continues below advertisement

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી

ગાંધીનગર: ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદ અને માવઠાને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ  માર્ચમાં હજુ પણ કમોસમી વરસાદની શક્યતા છે. તેમણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ અને માવઠાની આગાહી કરી છે.     

માર્ચના અંતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, માર્ચના અંતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે. ગુજરાતના ઘણા ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદની શક્યતા છે.  એપ્રિલ માસમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદની શક્યતા છે.  તેમણે વધુમાં કહ્યું કે, 4થી 8 એપ્રિલમાં પણ હવામાનમાં પલટો આવશે. મે મહિનામાં પણ આંધી-વંટોળ આવશે.  24 મેથી 4 જૂન વચ્ચે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે,  ગુજરાતમાં ખતરનાક વાવાઝોડાની અસર થઈ શકે છે. અરબ સાગરમાં 17મી મે બાદ હલચલ વધશે. 25મી મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે.  8મી જૂનથી અરબસાગરના પવનમાં ફેરફાર થતા 20મી જૂન વચ્ચે વાવાઝોડું બનશે. આ વર્ષે ગુજરાતમાં વાવણી વહેલી થઈ શકે છે.             

પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે

અંબાલાલ પટેલની આગાહી મુજબ 28 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે.  8 એપ્રિલથી 10 સુધી વધુ એક પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતનું વાતાવરણ બદલાશે. એપ્રિલ માસમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  આ વર્ષે પ્રિ મોન્સુન શરૂ થતા ગરમીમાં વધ-ઘટ થતી રહેશે.  

દેશભરમાં પ્રી-મોન્સૂનની અસર જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 23 માર્ચથી 26 માર્ચ દરમિયાન અનેક રાજ્યોમાં વરસાદ, જોરદાર પવન અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ખાસ કરીને રાજસ્થાનમાં અનુભવાશે, જેમાં બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન બદલાવાની ધારણા છે.

આ રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 થી 28 માર્ચ દરમિયાન રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વીજળી અને વાવાઝોડાની સંભાવના છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં, 24, 27 અને 28 માર્ચે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વાવાઝોડા અને ભારે વરસાદની શક્યતા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola