Ambalal Patel Rain Forecast: 2 નવેમ્બર સુધી વરસશે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, અંબાલાલની મોટી આગાહી
ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્રથી લઇ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ચોમાસાની સિઝન બાદ પણ વરસાદ વરસતા ખેડૂતો પાયમાલ થયા છે, મોટાભાગના ખેતી પાકોને નુકસાન પહોંચ્યુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ વરસાદ 125 ટકા સુધી પહોંચી ગયો છે જેમાં કચ્છમાં સૌથી વધુ 148 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 123 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 123 ટકા અને સૌરાષ્ટ્રમાં સરેરાશ 117 ટકા વરસાદ પડ્યો છે. સાઉથ ગુજરાતમાં સરેરાશ વરસાદની સરખામણીમાં 130 ટકા કરતા વધુ વરસાદ પડ્યો છે. હવામાનકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે, અંબાલાલની લેટેસ્ટ આગાહી પ્રમાણે, 2 નવેમ્બર સુધી વરસાદી માહોલ રહશે, એટલુ જ નહીં 7 નવેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે, અને આગામી ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે.