Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી

Continues below advertisement

Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી

ત્રણ દિવસ બાદ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદનું અનુમાન. 30 મેએ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદી વરસશે. તો 31 મેએ દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની શક્યતા છે. તો પહેલી જૂનથી વરસાદનું જોર વધશે અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વાવાઝોડા જેવા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે.

ભારતમાં હાલમાં હવામાનનો બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે. સેટેલાઇટ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે દેશમાં એકસાથે બે મોટી હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે. એક તરફ ઉત્તર ભારતમાં તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પહાડી રાજ્યોમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યારે બીજી તરફ અરબી સમુદ્રમાં ચોમાસાના વાદળો ઝડપથી આગળ વધી રહ્યા છે. હવામાન વિભાગે બંને ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કર્યું છે. લેટેસ્ટ સેટેલાઇટ ઈમેજમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પર વાદળોનો એક વિશાળ, સ્પ્રિંગ આકારનો ઘેરાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જેના કારણે આ ત્રણેય રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી સમયમાં ભારે વરસાદ, વીજળીના કડાકા, તીવ્ર વાવાઝોડું અને કેટલાક પહાડી વિસ્તારોમાં કરા પડી શકે. મેદાની વિસ્તારોની કાળઝાળ ગરમી અને પહાડોની ઠંડી હવા વચ્ચે થઈ રહેલા ટકરાવને કારણે આ તોફાની વાદળો બંધાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola