મોરબી, ટંકારા, વાંકાનેરમાં પવન સાથે વરસાદ, મગફળી, કપાસ સહિતના પાકને નુકસાનની આશંકા
મોરબી શહેર અને જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મોરબી, ટંકારા અને વાંકાનેરમાં પવન સાથે વરસાદ (RAIN) વરસ્યો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. તે સિવાય બનાસકાંઠામાં પણ વરસાદ વરસ્યો હતો. દાંતા, કાંકરેજ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.