Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સ
જામનગર અને દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસનું મેગા ઑપરેશન. બંને જિલ્લાના 42 ટાપુઓ પર પોલીસે કરી મેગા ડ્રાઈવ.રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે પ્રેસ કોન્ફ્રેન્સ યોજી પોલીસની મેગા ડ્રાઈવ અંગે જાણકારી આપી
જામનગર અને દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસનું મેગા ઑપરેશન. બંને જિલ્લાના 42 ટાપુઓ પર પોલીસે કરી મેગા ડ્રાઈવ. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે પ્રેસ કોન્ફ્રેન્સ યોજી પોલીસની મેગા ડ્રાઈવ અંગે જાણકારી આપી. જામનગર અને દ્વારકાના 42 ટાપુઓ પર પોલીસે અલગ-અલગ ટીમ બનાવી ચેકિંગ કર્યું. ભવિષ્યમાં આ ટાપુઓ પર ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે નજર રખાશે. દેશની સુરક્ષાને ધ્યાને લઈ મેગા ડ્રાઈવ યોજાઈ. આ ટાપુઓ પર અનઅધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈ તપાસ કરાઈ. અહી નિર્જન ટાપુઓ પર પ્રવેશવા પર પ્રશાસને પ્રતિબંધ મુક્યો છે. થોડા દિવસ પહેલાં પીરોટન ટાપુ સહિતના 7 ટાપુઓ પરથી ગેરકાયદે બાંધકામ દૂર કરાયા હતા.