સુરેન્દ્રનગરનું કચ્છનું નાનું રણ પ્રવાસીઓ માટે 15 જૂન સુધી રહેશે ખુલ્લું, જુઓ વીડિયો

Continues below advertisement
સુરેન્દ્રનગરનું કચ્છનું નાનું રણ પ્રવાસીઓ માટે 15 જૂન સુધી ખુલ્લું રહેશે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. શિયાળાની સિઝનમાં આ રણની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે અહીં 16,000 થી 18,000 થી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. ગત વર્ષે 25 થી 30 લાખ જેટલી આવક વિભાગને થઇ હતી. આ વખતે વરસાદ સારો પડ્યો હોવાના કારણે રણની અંદર હજુ પણ પાણી ભરાયેલા છે. જેથી પ્રવાસીઓ માટે રણની અંદર જવું મુશ્કેલ છે. અભયારણ્ય દ્વારા પ્રવાસીને અપીલ પણ કરવામાં આવી છે આ વખતે કોરોનાના કારણે લોકો સરકારની ગાઈડ લાઇન મુજબ અને માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરનો ઉપયોગ કરે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram