Mahashivratri Ravedi : જૂનાગઢ ભવનાથમાં રંગેચંગે રવેડીનો થયો પ્રારંભ, સાધુ-સંતોએ અવનવાં કરતબો કર્યાં
જૂનાગઢના ભવનાથ ખાતે આજે મહાશિવરાત્રીના દિવસે રંગેચંગે રવેડી નિકળી છે. સાધુ-સંતો સહિતના લોકો મોટી સંખ્યામાં આ રવેડીમાં જોડાયા છે. રવેડી નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટી ખાતે હાજર છે. જાણો જૂનાગઢ ભગવામય બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
નોંધનિય છે કે, રાજ્યભરમાંથી ભાવિકો જૂનાગઢ પહોંચ્યા છે. અલગ-અલગ અખાડાના ધજા-પતાકા અને બેન્ડ વાજા સાથે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રવેડીના દર્શનાર્થે પહોંચ્યા છે. રાજ્યની શાંતિ અને સલામતી માટે ભવનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે બપોરે બે વાગ્યાથી જુનાગઢમાં હાજર છે. તેઓ બે વાગ્યાથી અત્યાર સુધીમાં અલગ અલગ સાધુ-સંતોને મળ્યા છે. રવાડીમાં પણ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લાભ લીધો હતો.