Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડી

Continues below advertisement

ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડી..પાડોશી યુવાનોએ ફરિયાદી મહિલાના મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી UPIની મદદથી 17 લાખ 60 હજાર ઉપાડી લીધા. વેરાવળ પોલીસે આરોપી સચિન પટેલ અને કૃણાલ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરી તપાસ. 

વેરાવળની હરસિદ્ધિ સોસાયટીમાં રહેતા વિજય મોકરિયાના માતા કાંતાબેનના મોબાઈલમાંથી સમયાતંરે રૂ.17.60 લાખની છેતરપિંડી આચરી છેતરપિંડીની રકમ પરત આપવા માટે આપેલ ચેક રિટર્ન થતા વેરાવળ સિટી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કાંતાબેન જેઓ નિવૃત રેલવે સફાઈ કામદાર હતા નિવૃત થતા પુત્ર સાથે કરિયાણાની દુકાને બેસતાં હતા તે દરમિયાન તેમના પાડોશમાં રહેતા સચિન પટેલ અને કૃણાલ વાઘેલા નામના 2 યુવાનોએ સંબંધ કેળવી મહિલાનો અવાર નવાર ફોન લઈ મોબાઈલમાં પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરી યુપીઆઈ આઇડી સેટ કરી 17.60 લાખની છેતરપિંડી આચરી.સમગ્ર બનાવની જાણ મહિલા અને તેમના પુત્ર બેંકમાં રૂપિયા ઉપાડવા ગયા ત્યારે થઈ હતી.ત્યારે બંને યુવાનોના મોબાઈલ ચેક કરતા પેટીએમમાં કાંતાબેનનું upi આઇડી મળી આવ્યું.બાબતની યુવાનોએ કબૂલાત કરી ધવલ પટેલ નામના રૂ.3 લાખનો એક અને 4 કોરા ચેક મળી કુલ 5 ચેક આપ્યા હતા પરંતુ રૂ .3 લાખનો ચેક પાસ ન થતા વિજય મોકરિયાએ સચિન પટેલ અને કૃણાલ વાઘેલા વિરુદ્ધ વેરાવળ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.સમગ્ર બાબતે પોલીસે બંને આરોપીઓની અટક કરી તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram