Sabarakantha Unseosonal Rain | સાબરકાંઠામાં કમોસમી વરસાદ, ખાતર પલળી ગયું
Sabarakantha Unseosonal Rain | રાજ્યમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને સાથે જ કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી ત્યારે સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદ વરસવાની લઈને રવિ સિઝન દરમિયાન ખેડૂતોએ વાવેતર કરેલા રવિ પાકોમાં પણ નુકસાન જવાની ખેડૂતો માં ચિંતા જોવા મળી હતી એક તરફ રાજ્યમાં રાસાયણિક ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે ત્યારે બીજી તરફ હિંમતનગર ખાતે રેલવે સ્ટેશન પર મોટા પ્રમાણમાં ખાતરનો જથ્થો આવી પહોંચ્યો હતો પરંતુ તે પૈકીનો કેટલોક જથ્થો રેલવે સ્ટેશન પર ડમ્પ કરવામાં આવ્યો હતો. દરમિયાન વરસાદ વરસવાને લઈને રાસાયણિક ખાતર ભીંજાયું હતું જેને લઈને ખાતાના જથ્થામાં નુકસાન થવા પામ્યું હતું. એક તરફ રાજ્યના ખેડૂતો ની રવિ સિઝન માટે ખાતરની તાતી જરૂરિયાત છે એ દરમિયાન જ ખાતરનો જથ્થો રેક મારફતે હિંમતનગર રેલ્વે સ્ટેશન આવી પહોંચ્યો હતો પરંતુ વરસાદની લઈ હાલ તો ખાતરના જથ્થામાં નુકસાન વર્તાયુ છે.