Sabarkantha News | સાબરકાંઠામાં દીપડા પર હુમલો કરનારા સામે પોલીસ ફરિયાદ

Sabarkantha News | તલોદના મોઢુકા ગામે દીપડો ઝડપાયાનો મામલો. દીપડાને મારવાને લઈને નોંધાઇ ફરિયાદ. વન વિભાગે વાઈલ્ડ લાઈફ મુજબ હન્ટીગની ફરિયાદ નોંધી. દીપડાને માર મારતા વિડીઓની તપાસ હાથ ધરવામાં આવી છે. 
વન વિભાગ ધ્વારા મારનારાની ઓળખ કરી કાર્યવાહી કરાશે. વન વિભાગે ઈજાગ્રસ્ત દીપડાને કામધેનું યુનીવર્સીટીમાં સારવાર આપી હતી. ઈજાને લઈને દીપડાને 16 ટાંકા સહીત મેજર ઓપરેશન કરાયું હતું. દીપડાને ટ્રીટમેન્ટ માટે બીજા પાંજરામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. હિમતનગર વન ચેતના કેન્દ્રમાં દીપડાને ઓબ્જર્વેશનમાં રખાયો. અગામી સમયમાં દીપડાને સુરક્ષિત જંગલમાં છોડી મુકવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola