Sabarkantha News : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ પહેલા પટેલ યુવકનું મોત, પત્ની-પુત્ર નિકારગુઆમાં અટવાયા
Sabarkantha News : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ પહેલા પટેલ યુવકનું મોત, પત્ની-પુત્ર નિકારગુઆમાં અટવાયા
પ્રાંતિજના મોયદ ગામના યુવકનું ગેરકાયદેસર રીતે અમેરિકા જવા દરમિયાન મોત. નિકારગુઆ થઈને અમેરિકામાં પહોંચવા માટે એજન્ટ મારફતે કરાઈ હતી ગોઠવણ. દોઢેક માસની સફર દરમિયાન યુવકની તબિયત લથડતા નિકારગુઆમાં દાખલ કરાયો હતો. ડાયાબિટીસની દવાઓના અભાવે બેહોશ થઈ કોમામાં સરી પડ્યો હોવાની પ્રાથમિક માહિતી. યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા બાદ મોતને ભેટ્યો. પત્ની અને સગીર પુત્ર હવે નિકારગુઆમાં અટવાયા હોવાની જાણકારી. યુવકના અમેરિકા જવા માટે સ્થાનિક વિસ્તારથી ગૂમ થવાને લઈ તપાસની શક્યતા.
પ્રાંતિજના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોતનો મામલો. મૃતકની માતાએ પુત્ર ફરવા ગયો હોવાનું ગણાવ્યું . મોયદના સરપંચે પણ સંપૂર્ણ જાણકારી નહીં હોવાનું નિવેદન કર્યું . યુવકના મોત પાછળ ડાયાબિટીસની દવાઓનો અભાવ હોવાને લઈ એજન્ટ શંકાના દાયરામાં . એજન્ટે દોઢેક માસ સુધી યુવકના પરિવારને જોખમી સ્થિતિમાં રાખ્યાના સવાલો . બીજી તરફ મૃતકના પરિવારજનોએ ચૂપકીદી સાધી લીધી.