Sagar Rabari resignation: મતગણતરી પહેલા AAPને મોટો ઝટકો, સાગર રબારીએ AAPમાંથી આપ્યું રાજીનામું

મતગણતરીના એક દિવસ પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડૂત નેતા સાગર રબારીએ આમ આદમી પાર્ટી(આપ)માંથી રાજીનામું આપી દીધું છે. સાગર રબારીએ સોશલ મીડિયામાં પોસ્ટ કરી આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. અગાઉ રાજુ કરપડા અને કરશન બાપુ ભાદરકા પણ આમ આદમી પાર્ટી છોડી ચુક્યા છે.

માહિતી મુજબ સાગર રબારીએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના નિવેદનમાં વ્યક્તિગત અને રાજકીય કારણોને પગલે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. જોકે, તેમણે વિસ્તૃત કારણો જાહેર કર્યા નથી, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola