ABP News

Sahakari Bank Error: ગુજરાતમાં સહકારી બેન્કોમાં સૉફ્ટવેર ઠપ, કરોડો રૂપિયાના વ્યવહારો અટવાયા

Continues below advertisement

રાજ્યમાં સહકારી બેન્કોનું કામકાજ અટકી પડ્યુ છે, છેલ્લા ત્રણ દિવસથી એટલે કે રવિવારથી રાજ્યની અનેક સહકારી બેન્કોમાં ટેકનિકલ એરર આવવાના કારણે ટ્રાન્ઝેક્શનો થઇ શકતા નથી, આ સર્વિસ હજુપણ ડાઉન છે, જેના કારણે હાલમાં રાજ્યમાં 21 બેન્કોના 700 કરોડના ટ્રાન્ઝેક્શનો ખોરવાયા છે. ખાસ વાત છે કે, ટેકનિકલ ક્ષતિના કારણે સૉફ્ટવેર બંધ પડતા રાજ્ય ઉપરાંત સમગ્ર દેશની 356 બેન્કોના ટ્રાન્ઝેક્શનને પણ અસર પહોંચી છે. 

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં સહકારી બેન્કોનું કામકાજ ખોરંભે ચઢ્યુ છે. રાજ્યની 21 બેન્કોના 700 કરોડના ટ્રાન્જેક્શન અટકી પડ્યા છે અને આની અસર દેશની 356 બેન્કો પર પણ પડી છે, તમામ ટ્રાન્ઝેક્શનો રવિવાર સાંજથી જ બંધ થઇ ગયા છે. તપાસમાં સામે આવ્યુ છે કે, ખાસ પ્રકારનું સૉફ્ટવેરનો ઉપયોગ કરતી બેન્કોના કામકાજ પર સૉફ્ટવેર એરરની અસર દેખાઇ છે, જોકે, આ બેન્કિંગ ટ્રાન્ઝેક્શનના ડેટા સલામત હોવાનું કહેવાઇ રહ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram