Sardar Sarovar Dam | સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વધ્યું નર્મદા નદીનું જળસ્તર
ઉપરવાસમાં સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસ મધ્યપ્રદેશના ડેમ ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર બંનેમાંથી બે લાખ ક્યુસિક પાણી છોડાતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક વધી 2.10 લાખ જેટલી થઈ છે. જો કે નર્મદા ડેમની જળસપાટી 134.60 મીટર પર પહોંચી છે અને પાણીની આવક વધતા નર્મતા ડેમમાંથી 2,45, ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે . જેના પગલે ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ફરી વોર્નિંગ લેવલ વટાવવા તરફ આગળ વધી રહી છે. અત્યારે સપાટી 20.43 ફૂટને સ્પર્શી છે તો જિલ્લા કલેક્ટરે નિજામવાડા વિસ્તારના નાગરિકોને સતર્ક રહેવા માટેની સૂચના પણ આપી છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી પણ 2,45 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે.
Sardar Sarovar Dam | સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વધ્યું નર્મદા નદીનું જળસ્તર