સત્યના પ્રયોગોઃ લોકસાહિત્યકાર રાજભા ગઢવી સાથે ખાસ વાતચીત
Continues below advertisement
ગીરના જંગલમાં ભેંસો-ગાયો અને સિંહ વચ્ચે કુદરતી પ્રકૃતિના ખોળે મોટા થયેલા ગાયક કલાકાર અને કવિ રાજભા ગઢવી પોતાના કાર્યક્રમમાં ગામઠી જીવન શૈલીને લોકસાહિત્ય ઢાળી અનોખી રંગત જમાવે છે. લોકસાહિત્ય ક્ષેત્રમાં ગીરના રાજભા ગઢવીનું નામ આગવી હરોળમાં લેવામાં આવે છે. અમરેલીના ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના લીલાપાણી નેસમાં જન્મેલા રાજભા ગઢવી એક પણ ચોપડી ભણેલા ન હોવા છતા રાજભા એક કવિની સાથે લોકસાહિત્યકાર પણ છે.
Continues below advertisement