Saurashtra: BZ Scam News: કૌભાંડનો પર્દાફાશ, સૌરાષ્ટ્રના પણ ઘણાય લોકો છેતરાયા હોવાનો મોટો ઘટસ્ફોટ
Continues below advertisement
BZ ગ્રુપની પોન્ઝી સ્કીમના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉત્તર- મધ્ય ગુજરાત જ નહીં સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો થયો હતો. સૌરાષ્ટ્રના ધોરાજી અને મોરબીમાં BZ ગ્રુપની ઓફિસ હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો. મોરબી અને ધોરાજીમાં પણ મહાઠગે એજન્ટો બનાવ્યાનો સૂત્રોએ દાવો કર્યો હતો.
છ હજાર કરોડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષમાં બમણાની લાલચ આપી અનેકને છેતર્યા હતા. સીઆઇડી ક્રાઇમે આ મામલે મહાઠગ ભૂપેન્દ્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બેનામી કંપનીના બેન્ક એકાઉન્ટમાંથી વ્યવહારો મળી આવ્યા હતા. 175 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા હતા.
Continues below advertisement