Narmada News: રાજપીપળાની બેંકના પૂર્વ કેશ ઓફિસર પર 1.93 કરોડની ઠગાઈનો આરોપ
રાજપીપળાની એક બેંકની મુખ્ય શાખાના પૂર્વ કેશ ઓફિસર પર લાગ્યો છેતરપિંડીનો આરોપ. બાંઘમોઈ ચક્રવર્તી નામના પૂર્વ કેશ ઓફિસર વિરૂદ્ધ મુખ્ય શાખાના મેનેજરે નોંધાવી છે 1.93 કરોડની ઠગાઈની ફરિયાદ. છેતરપિંડીનો આખોય પર્દાફાશ ત્યારે થયો જ્યારે સંતોષ ચાર રસ્તા પાસેનું ATM આઉટ ઓફ સર્વિસ હોવાનો બેંકના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવ્યો. તપાસ કરતા ATMમાં 4.38 લાખ રૂપિયા હોવાનું જણાયુ. જ્યારે બેંકની સિસ્ટમમાં 23.27 લાખની રકમ જોવા મળી. બેંકના અધિકારીને શંકા જતા અન્ય વિસ્તારોના ATMમાં રહેલી રોકડ તપાસવામાં આવી. તો ATM અને બેંકની સિસ્ટમની રકમમાં 1.93 કરોડનો તફાવત જોવા મલ્યો. આ દરમિયાન કેશ ઓફિસરની નસવાડી શાખામાં બદલી થતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે આરોપીએ ટેક્નિકલ સમસ્યાનું બહાનું કરી પોતાનો બચાવ કર્યો. જેથી મુખ્ય શાખાના મેનેજરે પૂર્વ કર્મચારી વિરૂદ્ધ રાજપીપળા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી.