Uttarayan 2025 : ઉત્તરાયણે ધીંગાણું , પતંગ ચગાવવા-લૂંટવા મામલે મારામારી

Continues below advertisement

Uttarayan 2025 : ઉત્તરાયણે ધીંગાણું , પતંગ ચગાવવા-લૂંટવા મામલે મારામારી

ઉત્તરાયણના તહેવાર પર હિંસા: રાજ્યમાં અનેક ઘટનાઓ. ઉત્તરાયણના તહેવાર પર રાજ્યના અનેક શહેરોમાં બબાલ અને મારામારીની ઘટનાઓ બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીલામાં બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ, ઘાતક હથિયારોથી બંને જૂથ એકબીજા ઉપર હુમલો કર્યો. આ જૂથ અથડામળમાં છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા. જૂથ અથડામણની ઘટનાના સમાચાર મળતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી. પોલીસ તપાસમાં બંને જૂથ વચ્ચે અંગત અદાવતમાં મારામારી થઈ હોવાની આશંકા છે.

વાહન ચલાવવા મુદ્દે ભાવનગર જિલ્લાના ભંડાર ગામમાં એક જ પરિવાર ઉપર જીવ લેણ હુમલો કરવામાં આવ્યો. "અમારી શેરીમાંથી વાહન કેમ ચલાવો છો?" એમ કહીને અસામાજિક તત્વોએ હુમલો કર્યો. જેમાં રઘાભાઈ સરવૈયા, શરદ સરવૈયા, કપિલ સરવૈયા સહિત મહિલાઓ પણ ઈજાગ્રસ્ત થઈ, જેમને હોસ્પિટલ લઈ જવાઈ. મારામારીની આ ઘટના બાદ વર્તેત પોલીસે ભંડાર ગામ પહોંચીને તાત્કાલિક તપાસ હાથ ધરી.

આ તરફ ભાવનગરના જાંજમેર ગામમાં મારામારીની ઘટના બની. પતંગ લૂટવા બાબતે ગાંધીનગરના સેક્ટર ચારમાં પણ બબાલ થઈ. બોર્ડિંગ અને બાજુમાં સ્થાનિકો વચ્ચે લાકડીઓ ઉછળી. પતંગ લૂટવા જેવી સાવસામાન્ય બાબતને લઈને બોલાચાલી ધીંગાણામાં પરિણમી. આખરે પોલીસ સમયસર સ્થળે પહોંચી જતા મારામારી અટકી.

પતંગ લૂટવા બાબતે ગાંધીનગરના સેક્ટર ચાર માં બબાલ થઈ. સેક્ટર ચારમાં બોર્ડિંગ અને આસપાસના લોકો વચ્ચે બબાલ થઈ છે. પતંગ લૂટવા જેવી સામાન્ય બાબતે ધિંગાણા જેવા દ્રશ્યો સર્જાયા. ઉત્તરાયણનો પર્વ છે, સૌકોઈ આ ઉત્તરાયણનો પર્વ મનાવી રહ્યા છે, પણ સેક્ટર ચાર માં પતંગ લૂટવા જેવી સાવસામાન્ય બાબતે મોટી સંખ્યામાં ટોળું એકઠું થઈ ગયું અને ધીંગાણા જેવા દ્રશ્યો સર્જાયા. જેના કારણે પોલીસને જાણકારી આપવામાં આવી. જો કે સામસામે ફરિયાદ નોંધાય છે કે નહીં તેની કોઈ જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ.

આણંદનું બોરસદ કે જ્યાં તહેવારના દિવસે લોહિયાળ જંગ ખેલાયો. બોરસદમાં પતંગ ચગાવવામાં આવ બે જૂથે વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ. નારાયણ નગરમાં ખેતરમાં પતંગ ચગાવવા બાબતે લોકોને બહાર કાઢવામાં આવતા પહેલા તો શાબ્દિક બોલાચાલી થઈ અને બાદમાં આજ બોલાચાલી લોહિયાળ જંગમાં ફેરવાઈ ગઈ. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા. મારામારીની ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કેટલાક લોકોની અટકાયત કરી, વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરનું લીમડી જયા પાણશીલામાં મારામારીની ઘટના બની છે. એક જ જ્ઞાતિના બે જૂથો સામસામે આવી ગયા. તીક્ષ્ણ હથિયાર સાથે બંને જૂથના શક્સો વચ્ચે ઘર્ષણ થયું. આમને સામને બબાલમાં છ લોકો ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અંગત તદાવતમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

એક જ જ્ઞાતિના બે જૂથ આમને સામને આવી ગયા. પાણશીલામાં આ ઘટના બની છે. મારામારીમાં છ જેટલા લોકો ઈજાગ્રસ થતા તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. તો બીજી તરફ આખા વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો છે જેથી કરીને કોઈ અનિછની ઘટના ન બને. ફરી વખત ઘર્ષણની કોઈ ઘટના ન બને તેની ખાસ તક્કેદારી રાખવામાં આવી રહી છે. અંગત અદાવતમાં મારામારી થયાનું ખુલ્યું છે. હાલ તો પોલીસે સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram