Rajkot: પોતાને કલકી અવતાર ગણાવનારાએ સરકાર પાસે 16 લાખ પગાર અને ગેજ્યુટી માંગી

Continues below advertisement
રાજકોટમાં એક પૂર્વ સરકારી કર્મચારીએ દાવો કર્યો કે તે કલ્કિ અવતાર છે. અહીં સુધી તો બધુ ઠીક પરંતુ આ મહાશયે સરકારને ધમકી આપી કે જો તને પગાર ચૂકવવામાં નહીં આવે તો દુષ્કાળ લાવી દેશે. રાજકોટમાં રહેતા રમેશચંદ્ર એચ ફેફર જેઓ પૂર્વ અધિક્ષક ઇજનેર છે, તેઓએ જળસંપત્તિ વિભાગ અને નર્મદા જનસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખ્યો છે. પત્રમાં તેઓએ લખ્યું કે મારો 16 લાખ રૂપિયા જેટલો લેવાનો બાકી રહેલો એક વર્ષનો પગાર અને મારા ગ્રેજ્યુટી રોકેલા રૂપિયા 16 લાખ રૂપિયા મને સત્વરે ચૂકવવામાં આવે.
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram