સુરેન્દ્રનગરમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં સાત લોકોના મોત, જુઓ વીડિયો
સુરેન્દ્રનગર નજીક કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડમ્પરે કારને ટક્કર મારતા કારમાં ભયાનક આગ લાગી અને કારમાં સવાર 7 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે એક મહિલાનો આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં મોત પામનાર તમામ મૃતકો નાઇ સમાજના અને પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ અને સાંતલપુર તાલુકાના કોરડા ગામના હોવાનું સામે આવ્યું છે.