કોરોના સંક્ર્મણ અટકાવવા શામળાજી મંદિર ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય, જુઓ વીડિયો
અરવલ્લી: કોરોના સંક્ર્મણ રોકવા શામળાજી મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે. કારતકી મેળામાં થનાર સંક્રમણ રોકવા મંદિર ચાર દિવસ બંધ રાખવા નિર્ણય કરાયો છે. તારીખ ૨૭ થી ૩૦ નવેમ્બર સુધી મંદિર બંધ રહેશે. મેળો મોકૂફ રખાયા બાદ મંદિર પણ બંધ રહેશે. માત્ર બંધ મંદિરમાં ઠાકોરજીની નિત્ય ક્રમ મુજબ સેવા થશે. ભક્તો ચાર દિવસ દર્શન નહિ કરી શકે.