Shankar Chaudhary: બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની મુલાકાત

ભારે વરસાદ બાદની સ્થિતિનું  વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નિરીક્ષણ કર્યું હતું. બે દિવસ થરાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેને લઈને ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા..આ વિસ્તાર વિધાનસભાના અધ્યક્ષનો મત વિસ્તાર હોવાથી તેઓ સ્થિતિનો તાગ મેળવવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. અસરગ્રસ્ત પરિવારને મળી પાણીના નિકાલની કામગીરી અંગે જરૂરી સુચનો કર્યો હતા. શંકરભાઈ ચૌધરી અનુસાર, ઉપરવાસમાં વરસાદના કારણે જળ ભરાવની સ્થિતિ સર્જાઈ હતી. જેટલા પણ ફસાયેલા હતા તેમનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેટલાક સ્થળે વીજળીનો પ્રશ્ન છે..જેને ઉકેલવા પ્રશાસનની ટીમ લાગી છે.

મુશળધાર વરસાદથી બનાસકાંઠા જિલ્લામાં જળપ્રલયના દ્રશ્યો સર્જાયા છે. વાવ, ભાભર અને થરાદ તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો છે. સુઈગામ સહિતના સરહદીય વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ કલેક્ટર, મામલતદાર અને પોલીસના અધિકારીઓ સાથે રાહત અને બચાવ કામગીરીને લઈને બેઠક કરી.  બેઠકમાં સરહદીય વિસ્તારમાં થયેલ તારાજીને લઈને શંકરભાઈ ચૌધરીએ માહિતી મેળવી. એટલુ જ નહી.. જાતે જ ફુડ પેકેટનું નિરીક્ષણ કરીને સુઈગામ પંથકમાં માટે રવાના કર્યા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola