Mehsana News: વિજાપુરમાં બની ચોંકાવનારી ઘટના, ધો. 2ની આઠ વર્ષીય બાળકીને કોઈએ આપ્યું ઈન્જેક્શન

Continues below advertisement

 શાળામાં બાળકો પણ સુરક્ષિત નથી એવી ગુજરાતમાં વધુ એક ઘટના બની છે. આ પહેલા અમદાવાદની સેવન ડે સ્કૂલમાં બાળકની હત્યા વિદ્યાર્થી દ્રારા જ કરવામાં આવી હતી. હવે મહેસાણાના વિજાપુરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે. ઘટના કંઇક એવી છે કે, બાળકીને એક અજાણ્યા યુવકે શાળાની પાછળ લઇ જઇને ખભામાં ઇંજેકશન લગાવી દીધું. આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બાળકીએ માતાને સમગ્ર ઘટના જાણવી. બાળકીએ જણાવ્યું કે, કોઇ યુવકે તેમને ચોકલેટ આપીને શાળાના પાછળના ભાગમાં લઇ ગયો અને ત્યારબાદ બાળકીને ખભા પર ઇંજેકશન લગાવી દીધું. આ સાંભળીને માતા ગભરાઇ ગયા અને તાબડતોબ તેમને વડનગર હોસ્પિટલ લઇ ગયા. જો કે મેડિકલ ચેક અપના રિપોર્ટ નોર્મલ આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. અજાણ્યા યુવક વિરૂદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.યપોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. યુવક કોણ હતો તે દિશામાં તપાસ થઇ રહી છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં વાલીઓ ચિંતા વ્યાપી ગઇ છે અને મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતાં.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola