Gujarat ATS: ગાંધીનગર પાસેથી ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ અમદાવાદમાંથી આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરીને દેશભરમાં 'પોઇઝન એટેક' (ઝેર દ્વારા હુમલો) કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓમાંથી એક MBBS ડૉક્ટર છે, જે ઝેરી કેમિકલમાંથી અત્યંત ઘાતક ઝેર બનાવવાની ફિરાકમાં હતો.
ઝડપાયેલો મુખ્ય આરોપી હૈદરાબાદનો રહેવાસી ડો. અહમદ સૈયદ ઝીલાની (અબુ ખદીજા) છે. તે ચાઇનાથી MBBSની ડિગ્રી મેળવનાર ડોક્ટર છે. ઝીલાની 6 તારીખે હૈદરાબાદથી અમદાવાદ આવ્યો હતો અને તેની ધરપકડ અડાલજ ટોલનાકા પાસેથી કરવામાં આવી હતી. ઝીલાની પર 'રાયઝિન' (Ricin) નામનું જીવલેણ ઝેર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો અને મોટા આતંકી હુમલાઓ કરવાની ફિરાકમાં હોવાની આશંકા છે.
આ ઝેર ખૂબ ઓછી માત્રામાં પણ મોટી સંખ્યામાં લોકોને મારવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય રીતે આ ઝેર પાવડર સ્વરૂપે હોય છે અને તેને પાણી, હવા અથવા ઇન્જેક્શન દ્વારા આપી શકાય છે. ધરપકડ પહેલા ડોક્ટર આતંકી અમદાવાદમાં લાલદરવાજા ઉતરીને લકી હોટલ સામે રોકાયો હતો.