Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Continues below advertisement
સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો. લાંચની 50 ટકા રકમ કલેક્ટર સુધી પહોંચતી હોવાની વિગતો સામે આવી.આ તરફ, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ પર કાયદાનો સકંજો કસાયો. કોર્ટે રાજેન્દ્ર પટેલના સાત જાન્યુઆરી સુધીના રિમાંડ મંજૂર કર્યા.તપાસમાં ઘટસ્ફોટ થયો કે 50 ટકા લાંચની રકમ કલેક્ટરને મળતી, જ્યારે બાકીની 25 ટકા એડિશનલ કલેક્ટર, 10 ટકા નાયબ મામલતદાર ,10 ટકા મામલતદાર, અને પાંચ ટકા ક્લાર્કને મળતા..જમીનના કામને લઈને 10 મહિનાનું વેઈટિંગ ચાલતું, પરંતુ પાર્ટી એક લાખ રૂપિયા આપતી તો તાત્કાલિક શીટ બની જતી..કલેક્ટર રાજેન્દ્ર પટેલના કાર્યકાળ દરમ્યાન 10 કરોડથી વધુના ભ્રષ્ટાચારની શંકા છે..જમીન કૌભાંડમાં બે મોબાઈલ ફોન અને 12 ઇલેક્ટ્રોનિક ડીવાઈસ રિકવર કરાયા છે. તપાસ માટે આઇપેડ, હાર્ડ ડિસ્ક,પેન ડ્રાઇવ જપ્ત કરાઇ..
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement