CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો

ગુજરાત વિધાનસભામાં રજુ થયેલા કેગના રિપોર્ટમાં થયો છે મોટો ખુલાસો. જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો છે.. એડીજીપી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરના રેકોર્ડ મુજબ ગુજરાત પોલીસની SOG સહિતની એજન્સીઓેએ ઓગસ્ટ 2010થી નવેમ્બર 2022 સુધીના લગભગ 12 વર્ષના ગાળામાં કૂલ છ હજાર 510 કિલોથી વધુ અને 848 બોટલ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. સીઆઈડી ક્રાઈમે ઓગસ્ટ 2021થી નવેમ્બર 2024 સુધીમાં આ ડ્રગ્સનો નિકાલ કર્યો. જોકે ઓક્ટોબર 2022થી જુલાઈ 2023 દરમિયાન 4177.86 કિલો ડ્રગ્સના જથ્થાનો નિકાલ કરાયો છે. આમ જપ્ત કરાયેલા ડ્રગ્સના જથ્થા કરતા 2332.68 કિલો એટલે 35 ટકા જથ્થાનો તફાવત હતો. આ અંગે ગૃહ વિભાગે ખુલાસો પૂછતા એડીજીપી સીઆઈડી ક્રાઈમે દાવો કર્યો કે લગભગ 144.180 કિલો ગાંજો ચોરી થઈ ગયો છે.. જ્યારે બાકીનું ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા.. એટલુ જ નહીં.. ગાંજો અને અફીણ લાંબો સમય સુધી પડી રહ્યા તેથી તેમાથી ભેજ શોષાઈ ગયો હોવાથી વજનમાં ઘટ આવી ગઈ.. 35 ટકા નશાકારક પદાર્થો ગાયબ થવાના કારણો પર કેગે પણ આશંકા વ્યક્ત કરી છે.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola