Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત, ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી લાઈન

Continues below advertisement

પહેલા કમોસમી વરસાદ અને હવે ખાતરની અછતથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને હાલાકી. કાંકરેજ, અમીરગઢ અને હવે શિહોરીમાં પણ ખાતરની અછતને લીધે ખેડૂતોની મુશ્કેલી વધી છે. શિયાળુ સિઝનમાં ખેડૂતોએ ઘઉં, બાટકા, રાયડો સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ છે.. ત્યારે પાક માટે જીવનદાન સમાન ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતો લાંબી લાંબી લાઈનો લગાવવા માટે મજબુર બન્યા છે. એગ્રો સેન્ટર પર પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન હોવાથી ખેડૂતોને દર દર ભટકવાનો વારો આવ્યો છે.. ત્યારે તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે તેવી ખેડૂતોની માગ છે.. બીજી તરફ શિહોરી અને કાંકરેજ માર્કેટ યાર્ડના વેપારીઓએ પણ સરકારને પત્ર લખીને તમામ મંડળીઓમાં પૂરતા પ્રમાણમાં ખાતરની વ્યવસ્થા કરવાની માગ કરી છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola