Sliver Shortage: પુષ્યનક્ષત્ર ટાણે બજારમાંથી ચાંદીની ઘટ!, 3 હજાર વધુ આપવા છતાં નથી મળતી ચાંદી
દિવાળીના તહેવારો પહેલા આવતા પુષ્યનક્ષત્રમાં સોનું અને ચાંદીની ખરીદીને લોકો શુભ માને છે, પરંતુ હાલ બજારમાંથી ચાંદી ગાયબ થઈ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદમાં ચાંદીનો ભાવ કિલોએ 1 લાખ 67 હજાર થયો છે...બજારમાં લોકો 3 હજાર રૂપિયા વધુ આપી ચાંદી ખરીદવા તૈયાર છે પણ ચાંદીનો સ્ટોક ઉપલબ્ધ નથી.અમદાવાદની સોની બજારમાં ચાંદીની માગ એટલી હદે વધી છે કે, વેપારીઓએ બુકિંગ લેવાનું પણ બંધ કરી દીધું છે...માણેકચોકના વેપારીઓ પણ ચાંદીની અછતને લઈને ચિંતામાં છે..સોના-ચાંદીના વેપારીઓ અનુસાર, ચાંદીની વૈશ્વિક ખરીદી સતત વધી રહી છે, જેના કારણે ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે..ચાંદીનો વપરાશ ઔદ્યોગિક એકમોમાં પણ વધ્યો છે, જેના કારણે ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે.સોની બજારમાં છેલ્લા બે વર્ષથી ચાંદી જ ચાંદી છે..સોના કરતા પણ ચાંદીએ પાછલા બે વર્ષમાં વધુ રિટર્ન આપ્યું છે..બે વર્ષમાં ચાંદીનો ભાવ લગભગ ડબલ થઈ ચૂક્યો છે..