Sagar Patel:‘મને કાજલ બેને કાનમાં ગાળો દીધી.. સિંગર સાગર પટેલ થયા ભાવુક Watch Video
ગુજરાતમાં બે લોક ગાયકો વચ્ચે વિવાદને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાતની કોયલ ગણાતી કાજલ મહેરિયા અને યુવા સિંગર સાગર પટેલ વચ્ચે વિવાદની વાતો સામે આવી છે. દ્વારકાના એક કાર્યક્રમમાં બનેલી એક ઘટનાને લઇને સાગર પટેલે કાજલ મહેરિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. આરોપ છે કે, કાજલ મહેરિયાએ માં ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઇને હવે વિવાદ વકર્યો છે.
ઉત્તર ગુજરાતની કોયલ ગણાતી કાજલ મહેરિયા હંમેશા તેના ગીતોને લઇને ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે એક વિવાદને કારણે ચર્ચામાં આવી છે. ગુજરાતી લોક ગાયક સાગર પટેલે પોતાની એક સોશ્યલ મીડિયા પૉસ્ટમાં કાજલ મહેરિયા પર સનસનીખેજ આરોપો લગાવ્યા છે, કાજલ મહેરિયાએ માં ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કર્યાનો આરોપ આ પૉસ્ટમાં લગાવવામાં આવ્યો છે, કાજલ મહેરિયાએ દ્વારકાના કાર્યક્રમમાં આ અભદ્ર ટિપ્પણી કરી હોવાની વાત કહેવામાં આવી છે. ગુજરાતના બે લોકગાયકોના ઝઘડાને લઇને હવે વિવાદ વધુ વકર્યો છે.