Gujarat Heat Wave: આકરા તાપમાં શેકાવા રહેજો તૈયાર, રાજ્યમાં છ દિવસ હિટવેવની આગાહી

ગુજરાતમાં એપ્રિલની શરૂઆતમાં જ સૂર્યદેવે આગ વરસાવવાનું શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગે હાલમાં જ એક મોટી આગાહી કરીને ગુજરાતવાસીઓને ચિંતામાં મુકી દીધા છે. આગામી 6 દિવસ ગુજરાતભરમાં ગરમી ભૂક્કા બોલાવશે. ગુજરાતમાં હિટવેવ યથાવત રહેવાનો છે, કાળઝાળ ગરમી વચ્ચે પોરબંદરમાં આજથી ત્રણ દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે જ કચ્છ, રાજકોટ, જૂનાગઢમાં પણ ગરમીનું યલો એલર્ટ અપાયું છે. જ્યારે 6ઠ્ઠી એપ્રિલે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરેન્દ્રનગરમાં આકરો પ્રકોપ પડી રહ્યો છે. આજે બપોરે દોઢ વાગ્યે જ ગરમીનો પારો 40 ડિગ્રીને નજીક પહોંચ્યો છે. ચાર વાગ્યા સુધીમાં પારો ઉંચકાઈને 42 ડિગ્રીને આંબે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આકરી ગરમી વચ્ચે બપોર થતા જ જાહેર માર્ગો પર કર્ફ્યૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પ્રશાસને લોકોને કામ સિવાય ઘર બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી છે અને હિટવેવની આગાહીને લઈને સિવિલ હૉસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola