ABP News

Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન

Continues below advertisement

અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન. ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાનું પણ લેવાયું નિવેદન. પોલીસે કરેલા રિકન્સ્ટ્રક્શન સ્થળની પણ કરી વિઝીટ.. રિકન્સ્ટ્રક્શનમાં દેખાતા અધિકારી, કર્મચારીના નિવેદન પણ લેવાશે. 

અમરેલી લેટરકાંડમાં બરાબરનો રાજકીય રંગ લાગ્યો છે. મામલો ગાંધીનગર સુધી પહોંચતાં તપાસ SMCને સોંપાતાં SMCના વડા નિર્લિપ્ત રાય તપાસ માટે અમરેલી પહોંચ્યા હતા. તેમણે પાયલ ગોટી અને ફરિયાદી કિશોર કાનપરિયાનાં નિવેદન લીધાં છે. આ ઉપરાંત SMCના વડા નિર્લિપ્ત રાયે પોલીસે કરેલા રિકન્સ્ટ્રક્શન સ્થળની વિઝિટ કરી હતી. નિર્લિપ્ત રાય આવતીકાલ સુધી રિકન્સ્ટ્રક્શનમાં દેખાતા LCB અને સાયબર ક્રાઇમના અધિકારી-કર્મચારીનાં નિવેદન લઈ આગળની તપાસ કરશે.

અગાઉ અમરેલી SP સંજય ખરાત દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ફરજમાં નિષ્કાળજી બદલ જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરતા કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા, મહિલા પોલીસકર્મી હીનાબેન મેવાડાને સસ્પેન્ડ કરી દીધા હતા. જેના ગણતરીના કલાકો બાદ આ સમગ્ર મામલાની તપાસ SMCના વડા DIG નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram