Fake Ghee Factory : દિવાળી પહેલા સુરતમાં SOGનું ઓપરેશન, ધમધમતી નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ

Continues below advertisement

દિવાળીના તહેવારની શરૂઆત પહેલાં જ સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ અને તેના ગોડાઉનોનો પર્દાફાશ કર્યો છે. અમરોલી અને કોસાડ વિસ્તારમાં થયેલા આ દરોડામાં પોલીસે 9,919 કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી સહિત કુલ ₹1,20,56,500 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ઘી બનાવવા માટે પામોલીન તેલ, કોરમ અને SS જેવા જોખમી કેમિકલ અને કલરનો ઉપયોગ થતો હતો, જે ખાનારાઓને કેન્સર થવા સુધીની ગંભીર બીમારીઓનું જોખમ ઊભું કરી શકે છે. છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલું આ નેટવર્ક માત્ર ગુજરાતમાં જ નહીં, પણ મહારાષ્ટ્ર સુધી વેચાણ કરતું હતું, અને તહેવારોની માંગને પહોંચી વળવા 24 કલાક ઉત્પાદન કરતું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola