Kunvarji Bavaliya : 'કેટલાક તત્વો સમાજને તોડવાનો કરે છે પ્રયાસ': કુંવરજી બાવળીયાનું સ્ફોટક નિવેદન

સુરતમાં મળી અખિલ ભારતીય કોળી સમાજની મહત્વની બેઠક. કુંવરજી બાવળીયા સહિત સાત રાજ્યો અને રાજ્યના 12 જિલ્લાના કોળી સમાજના પ્રમુખ અને આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. જેમાં સંગઠન વિચાર વિમર્શ અને શિક્ષણ મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવી. બેઠકમાં કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળીયાએ સ્ફોટક નિવેદન આપતા આરોપ લગાવ્યો કે કેટલાક તત્વો અખિલ ભારતીય કોળી સમાજને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.. મનસ્વીરીતે પોતાને પ્રમુખ તરીકે જાહેર કરીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સુરતમાં પણ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ બનીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.. આ મામલે કોર્ટમાં કે ચાલી રહ્યો છે.. અને વહેલીતકે તેનો નિવેડો પણ આવશે. બેઠકમાં ગાંધીનગરમાં સમસ્ત કોળી સમાજ ભવન બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola