Mahisagar Crime: મહીસાગરમાં ખૂદ દીકરાએ જ કરી દીધો માતા-પિતા પર જીવલેણ હુમલો, પિતાનું મોત
Mahisagar Crime: મહીસાગરમાં ખૂદ દીકરાએ જ કરી દીધો માતા-પિતા પર જીવલેણ હુમલો, પિતાનું મોત
મહિસાગરમાં કળિયુગી પુત્રનો વૃદ્ધ માતા-પિતા પર જીવલેણ હુમલો. પિતાનું મોત થયું. લુણાવાડા જૂની પોસ્ટ ઓફિસ પાસે ઘેલી માતાના કૂવા પાસે બની ઘટના. પુત્રએ માતા-પિતા પર તિક્ષણ હથિયારથી હુમલો કરી માતાને પહોંચાડી ગંભીર ઈજા. કળિયુગી પુત્રએ માતા-પિતાના ગળાના ભાગે તિક્ષણ હથિયારથી કર્યો હુમલો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત. માતાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. લુણાવાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, કોઈ કારણસર પુત્રએ માતા તેમજ પિતાના ગળા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા પિતાનું ઘટના સ્થેળ મોત નીપજ્યું હતું, જ્યારે માતા અત્યારે સારવાર હેઠળ છે. પુત્રએ જાતે પણ પોતાના શરીર પર ગળા તેમજ હાથના ભાગે ઈજાઓ પહોંચાડી મરવાનો કર્યો પ્રયાસ. પીઆઈ, પીએસઆઇ અને પોલીસ જવાનો દ્વારા પણ ખુદ આરોપીને ઇજાગ્રસ્ત હાલતમાં ઉચકી ગાડીમાં બેસાડી હોસ્પિટલ માટે રવાના કર્યો. કયા કારણોસર ઘટના બની તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.