South Gujarat Weather:દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓમાં પલટાયું વાતાવરણ, ક્યાં ખાબક્યો વરસાદ?

Continues below advertisement

ડાંગમાં સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો છે..આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો છે.. વલસાડ અને ડાંગમાં વરસાદ શરૂ થઈ ગ્યો છે.. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.. ગુજરાતમાં હવે ધીમે ધીમે શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરુઆત થઈ છે ત્યાં તો વલસાડ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વલસાડ જિલ્લા ધરમપુર, ગોરખડા, મોહપાડા, આવધા, રાજપુર સહિતના આંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

શિયાળાની સિઝનમાં વરસાદ ખાબકતાં વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ માવઠાના લીધે શિયાળુ પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram