Junagadh Farmer | જૂનાગઢમાં વરસાદથી સોયાબીનના પાકને નુકસાન
ગઈ કાલ સાંજે જૂનાગઢ જિલ્લા સહીત સોરઠના કેટલાક ભાગમાં વરસાદ પડેલ. જેને લઈને અનેક ખેડૂતોને હાલાકીનો સામનો કરવાની ફરજ પડેલ છે. વાત જૂનાગઢ જિલ્લાના ઈશાપુર ગામની છે જ્યાં સોયાબીનનું વાવેતર કરનાર ખેડૂતોને ગઈ કાલના વરસાદે માઠી દશા પહોંચાડી છે...
શનિવારે વરસાદ વરસતા જૂનાગઢ જિલ્લામાં પણ સોયાબીનના પાકને નુકસાન થયું છે. જુઓ આ ઈશાપુર ગામના દ્વશ્યો... સોયાબીનનું વાવેતર કરનાર ખેડૂતોને વરસાદે કારણે ભારે નુક્સાન થયું છે. ખેડૂતોએ સોયાબીનના વાવેતર કરવા માટે પ્રતિ વીઘા 5 હજારથી વધુનો ખર્ચ કર્યો. પાક લેવાની તૈયાર હતી. પરંતુ ગઈકાલે વરસાદ વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જૂનાગઢ જિલ્લામાં 2 લાખ, 17 હજાર, 999 હેક્ટરમાં ચોમાસા દરમિયાન પાકનું વાવેતર કરાયું. જેમાં સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર કરાયું. જ્યારે બીજા ક્રમે સોયાબીન અને ત્રીજા ક્રમે કપાસનું વાવેતર કરાયું છે.