Election Commission: રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે યાદી કરી જાહેર
રાજ્ય ચૂંટણી આયોગે ટૂંક સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થવાની છે તેવી સંસ્થાઓની યાદી જાહેર કરી છે. આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં કુલ ૧ જિલ્લા પંચાયત, ૭૩ નગરપાલિકાઓ, ૯૨ તાલુકા પંચાયતો અને ૧ મહાનગર પાલિકાનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે આ યાદીમાંથી બનાસકાંઠા જિલ્લા પંચાયત અને તેની તાલુકા પંચાયતોને બાકાત રાખવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે બનાસકાંઠા જિલ્લા પંચાયત અને તેની તાલુકા પંચાયતોને ચૂંટણીની યાદીમાંથી શા માટે બાકાત રાખવામાં આવ્યા છે. ચૂંટણી આયોગે ચૂંટણી યોજાવાની છે તેવી તમામ સંસ્થાઓની પ્રાથમિક મતદાર યાદી પણ પ્રસિદ્ધ કરી દીધી છે. મતદારોને વિનંતી છે કે તેઓ આ યાદીમાં પોતાના નામની ચકાસણી કરે અને જો કોઈ ભૂલ હોય તો તેને સુધારવા માટે જરૂરી પગલાં ભરે
Tags :
Election-commission