આઠેય આઠ બેઠકો ના જીતીએ તો ભાજપની માના સમઃ ધાનાણી
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જીતવા માટે કોગ્રેસ નેતા પરેશ ધાનાણીએ નવો પેંતરો અજમાવ્યો છે. તેમણે આઠેય બેઠકો ન જીતીએ તો ભાજપવાળાની માતાના સમ ખવડાવી પ્રચારમાં જોડાવવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી. બીજી તરફ જામનગરના સાંસદ પૂનમ માડમે નેતા વિપક્ષ પરેશ ધાનાણીને જવાબ આપતા કહ્યુ હતું કે, કોગ્રેસને પોતાના સભ્યોને સાચવતા નથી આવડતુ. મોટી અને ખોટી વાતોમાં કૉંગ્રેસ માહેર છે.