Ambalal Patel Prediction: ચોમાસા પહેલા ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે. 21 મે સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આંધી વંટોળની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 21 તારીખથી હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. 25 થી 31મે સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 24 મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે.
24થી 28મી મે વચ્ચે વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. મુંબઈ અને ગોવા વચ્ચે સિસ્ટમ સક્રિય થશે. આ કારણે ભારે વરસાદ વરસશે. 24થી 28 વચ્ચે વાવાઝોડુ ઉદ્ભવશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 24મેથી 28 મે દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેશે.