Prahlad Modi Statement : આંદોલન યથાવત જ રહેશેઃ પ્રહલાદ મોદીએ સરકાર પર તાનાશાહી ચલાવવાનો લગાવ્યો આરોપ
રાજ્ય સરકાર સાથેની બેઠકમાં થયેલા વિવાદ અને મંત્રણા નિષ્ફળ રહ્યાના આરોપ સાથે સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ આજે ત્રીજા દિવસે પણ રહેશે યથાવત. અમદાવાદમાં મળેલી બેઠકમાં પુરવઠા વિભાગના સચિવ મોના ખંધાર અને ફેર પ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સરકારના સચિવ બેઠક છોડીને ચાલ્યા જતા પ્રહલાદ મોદી છંછેડાયા. રાશનિંગના દુકાનદારોના રાજીનામા આપવાની ચીમકી અપાઈ. ગઈકાલે અમદાવાદ કલેક્ટર ઓફિસ પર મળેલી અનાજ વિતરકોની બેઠક નિષ્ફળ રહી. બેઠકની શરૂઆતમાં જ સચિવ અને ફેર પ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી વચ્ચે ઉગ્ર દલીલ થઈ. ઉગ્ર દલીલ બાદ સચિવ અને પ્રહલાદ મોદી બેઠક છોડીને રવાના થયા. સરકાર પર તાનાશાહી ચલાવવાનો આરોપ લગાવી પ્રહલાદ મોદીએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી. સાથે જ સ્પષ્ટ કર્યું કે કોઈપણ દુકાન ખોલવામાં નહીં આવે અમે તમામ લોકો રાજીનામા આપવા માટેની તૈયારી કરી રહ્યા છીએ. પ્રહલાદ મોદીએ એવો પણ આરોપ લગાવ્યો કે બેઠક કોઈ ચર્ચા માટે નહીં, પરંતુ બીજી બધી બાબતોની ધમકીઓ માટે બોલાવવામાં આવી હતી. ધમકીઓ આપવામાં આવતા અમે બેઠક છોડીને રવાના થઈ ગયા.