જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા, જુઓ વીડિયો
જૂનાગઢમાં સ્વામીનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. ધોરણ 10માં નાપાસ થતા વિદ્યાર્થી ટ્યુશનની તૈયારી કરી રહ્યો હતો. તેણે મંદિરના રૂમ નંબર 15માં આત્મહત્યા કરી હતી. જો કે વિદ્યાર્થીએ આત્મહત્યા કેમ કરી તે પાછળનું કારણ સામે આવ્યું નથી. પ્રાથમિક માહિતી પ્રમાણે વિદ્યાર્થી અમરેલીના બગસરા તાલુકાના ગામના વતની હતો. હાલ તો વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે..