
Patan Video | કોલેજમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ રિલ બનાવી સો. મીડિયામાં કરી વાયરલ
પાટણની બાસ્પા ખાતે આવેલી મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રશાસનની ગંભીર બેદરકારી સામે આવી છે. કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને રીલ બનાવી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે.
આ ઘટના સોમવારે બની હતી જ્યારે કોલેજમાં સમાજશાસ્ત્રની ઇન્ટરનલ પરીક્ષા ચાલી રહી હતી. jayu_thakor_345 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવતા એક વિદ્યાર્થીએ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઈ જઈને રીલ બનાવી હતી અને તેને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. પરીક્ષા દરમિયાન મોબાઈલ લઈ જવો પ્રતિબંધ હોવા છતાં, વિદ્યાર્થીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
રીલ વાયરલ થતાં, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ ઘટનાને ગંભીરતાથી લીધી અને ટ્વીટ કરીને શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી પાસે કાર્યવાહીની માંગણી કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી આ મામલે કોઈ પગલાં લેશે કે કેમ.