Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી
પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી. હારીજમાં સરકારે વર્ષ 2016માં કોલેજની મંજૂરી આપી. અને તેનું શિક્ષણ કાર્ય પણ શરૂ થઇ ગયું. પરંતુ કોલેજની મંજૂરીને 8 વર્ષ જેટલો સમય થયો છતાં કોલેજનું નવીન બિલ્ડીંગનું બાંધકામ શરૂ જ નથી થયું. જેના લીધે હાલ કોલેજના વિદ્યાર્થી શાળાના બિલ્ડીંગમાં અભ્યાસ લેવા મજબૂર બન્યા છે. બાંધકામ માટે અંદાજીત 5.28 કરોડની રકમની ગ્રાન્ટ પણ ફાળવવામા આવી છે. પરંતુ હજુ પણ ક્યાંક ટેન્ટર પ્રકિયા બાકી છે અને જો ટેન્ડર પ્રકિયા થયા બાદ આ બિલ્ડીંગનું કામકાજ શરૂ થશે. બની શકે હજુ બે વર્ષ પછી કોલેજ બનશે.
રાજ્ય શિક્ષણ વિભાગ છેવાડાના ગામના વિદ્યાર્થીઓ પણ પ્રાઇમરી થી લઈ ઉચ્ચ શિક્ષણ ઘર આંગણેજ મેળવી શકે તેવા પ્રયસો કરી રહી છે. પરંતુ તંત્રમાં કેટલીક આંટીઘૂંટીના કારણે સરકાર દ્વારા મંજુર કરેલ માધ્યમમિક શાળા કે કોલેજો શરૂતો થઇ ગઈ. પરંતુ તેનું બિલ્ડીંગ નું બાંધકામ નથી થયું ત્યારે પાટણ ના હારીજ ની વાત કરીએ જયા સરકાર દ્વારા વર્ષ 2016માં કોલેજની મંજૂરી આપી અને તેનું શિક્ષણ કાર્ય પણ શરૂ થઇ ગયું પરંતુ કોલેજની મંજૂરીને 8 વર્ષ જેટલો સમય થયો છતાં કોલેજનું નવીન બિલ્ડીંગનું બાંધ કામ શરૂ જ ના થયું જેના લીધે હાલ કોલેજના વિદ્યાર્થી શાળાના બિલ્ડીંગમાં અભ્યાસ લેવા મજબૂર બન્યા છે