'હું ટ્રેક્ટર હાંકતો હતો ને પાછળ જોયું તો દીપડો ભાર્યો, ખાલી 20 ફૂટ છેટો હતો'
વિપુલ નાગરભાઈ પટેલ નામના સડલાના ખેડૂતે કહ્યું કે, હું ટ્રેક્ટર ચલાવતો હતો અને પાછળ જોયું તો દીપડો જોયો. આથી ટ્રેક્ટર લઈને હું દૂર જતો રહ્યો. અંધારું હોવાથી ફોટા આવે તેમ ન હોવાથી ફોટા નથી પાડ્યા. આ પછી દીપડો જતો રહ્યો. દીપડો ખાલી 20 ફૂટ છેટો હતો.