
Surendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?
Surendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે. થાન પાલિકાના પૂર્વ મહિલા કારોબારી ચેરમેન વર્ષાબહેને સુરેશભાઇ નારણીયાને ટિકિટ નહીં મળતા ભાજપ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.ટિકિટને લઇ આગામી દિવસોમાં ભાજપમાં ભડકો થવાની સંભાવના છે. થાન નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન તેમજ વર્ષોથી ભાજપ પક્ષ સાથે જોડાયેલા વર્ષાબેન સુરેશભાઈ નારણીયાએ ભાજપ પક્ષમાંથી રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે. રાજીનામુું આપનાર મહિલા હોદ્દેદારના લેખિત રાજીનામામાં જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે. ત્યારે પક્ષ દ્વારા ફરી વખત પાલિકાની ટિકિટ આપવા માટે ના પાડવામાં આવે છે.
તેમજ અગાઉથી જ ટિકિટનું નક્કી થયેલું હોય છે તો ફોર્મ શા માટે ભરાવવામાં આવે છે તેવો આક્ષેપ કરાયો છે. જ્યારે થાન નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપના પૂર્વ નગરપાલિકાના ચેરમેને પક્ષમાંથી રાજીનામું આપતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.